9073

ડો.બાબા સાહેબ આંબેડકરની ૧ર૭મી જન્મ જયંતિ અંગેનો આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પિત કરવાનો કાર્યક્રમ આજે જશોનાથ ચોક ખાતે યોજાયો હતો. જયાં વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ, અધિકારીઓ અને કાર્યકરો દ્વારા આંબેડકરને ફુલતોરા કરાયા હતા.
ભાવનગર મહાનગર પાલિકા અને સામાજીક સંસ્થાઓ દ્વારા નગરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં મેયર નિમુબેન બાંભણીયા, સાંસદ ભારતિબેન શિયાળ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા, કમિશ્નર ગાંધી, નાય.કમિશ્નર ગોયાણાી, ડે.કમિ.રાણા, સીટી એન્જીનીયર ચંદારાણા વિગેરે પદાધિકારી અને અધિકારીગણની બાળકો સાથેની એક રેલી ટાઉન હોલથી નિકળી જશોનાથ ચોક પહોંચને ડો. આંબેડકરને ફુલહાર કર્યા હતા.
મેયર નિમુબેન બાંભણીયાએ બંધારણના દ્યડવૈયા બાબા સાહેબના જીવન કાર્યો અંગે જણાવ્યુ હતુ કે, બાબા સાહેબ દલિત શોષીત નબળા સમાજના કચડાયેલા વર્ગના ઉત્થાન માટે ભારે સંદ્યર્ષ કરીને સમાજમાં કંલકરૂપ ગણાતી અસ્પૃશ્યતા નિવારણ માટે ભારે સંદ્યર્ષ કરીને તેના નિર્વારણ માટે અથાગ પ્રયાસો કર્યા હતા. મેયરે વધુમાં કહયુ કે, આવા મહા માનવ આંબેડકરના જીવન કાર્યોમાંથી આપણે બધાએ પ્રેરણા મેળવીને શ્રેષ્ઠ બંધારણના દ્યડવૈયાને યાદ કરીને રાષ્ટ્રના મજબુત કરણ માટે દેશ સેવામાં લાગી જવા અનુરોધ કર્યો હતો.
જશોનાથ ચોક ખાતે ડો.આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલી અર્પિત કરવા યોજાયેલા આ કાર્યક્રમમાં પુર્વ મેયર મેહુલભાઈ વડોદરીયા, પ્રમુખ સનતભાઈ મોદી, પુર્વ મેયર બાબુભાઈ સોલંકી, ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા, શિક્ષણ ચેરમેન નિલેષ રાવળ, પુર્વ ચેરમેન પંકજસિંહ ગોહિલ, વાલ્મિકી સમાજના અગ્રણી ભુપતભાઈ દાઠીયા, દલિત અગ્રણી મોહનભાઈ બોરીચા, નેતા યુવરાજસિંહ ગોહિલ, દંડક રાજુભાઈ રાબડીયા, ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા, રાજુભાઈ પંડયા, ઉર્મિલાબેન ભાલ,ઉષાબેન તનરેજીયા, શિતલબેન ત્રિવેદી, પ્રભાબેન પટેલ, ભારતિબેન બારૈયા, ગીતાબેન બારૈયા, ધારાશાસ્ત્રી કમલેશભાઈ પંડયા , પુર્વ ચેરમેન હિંમાશુ દેસાઈ, વિગેરે સામાજીક, રાજકીય અને નગરસેવક ભાઈ-બહેનો હાજર રહયા હતા.
મહાનગર પાલિકા દ્વારા ટાઉન હોલ અને પુર્વ પશ્ચિમ વિસ્તારમાં હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ડો. આંબેડકરની જન્મ જયંતિ નિમિતે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં બાબા સાહેબને પુષ્પાજંલી અર્પિત કરવાના કેટલાંક કાર્યક્રમો યોજાયા હતા. દલિત યુવાનો દ્વારા ગઢેચી વડલાથી રેલી યોજી હતી અને બાબા સાહેબના સુત્રોચ્ચારો કરીને કાર્યક્રમને ઓપ આપ્યો હતો.