8290

સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ઈશ્વરિયા ગામે મહિલા દિવસની ઉત્સાભેર ઉજવણી કરવામાં આવી હતી.
ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળાના સંકલનથી સંકલીત બાળ વિકાસ યોજના તાલુકા અધિકારી ભારતીબેન પરમારની મુખ્ય ઉપસ્થિતિ સાથે સરપંચ કુંવરબેન ચાવડા તથા ઉપસરપંચ રેખાબેન ગોહિલની પ્રેરક ઉપસ્થિતિ સાથે ઉત્સાહભેર મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કચેરીના નિરીક્ષક હેમાબેન દવેના સંકલન સાથે અહીં બાલિકા સમૃધ્ધ યોજના બચત પત્રોનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું. મહિલાઓના ગૌરવ સંબંધે માજી સરપંચ મુકેશકુમાર પંડિત, આંગણવાડી કેન્દ્ર સંચાલિકા નિધીબેન દવેત થા મમતાબેન લુણીએ ઉદ્દબોધન કર્યુ હતું.ક ચેરીના દુર્ગાબેન બાબરિયા તથા સવ્તાબેન ગોહિલ જોડાયા હતાં.