7080

જાફરાબાદ તેમજ આસપાસના ગામડાઓમાં કુતરા કરડવાનો અસંખ્ય બનાવો બનેલ છે. સુત્રોમાંથી જાણવા મળતી માહિતી અનુસાર જાફરાબાદના સરકારી દવાખાના ચોપડે કુતરાઓ કરડવાના ડિસેમ્બરમાં ૧ માસનાં ૩ર૯ કેસ નોંધાયા હતાં. જયારે જાન્યુઆરીના તા. ૧થી ૧૧ સુધીમાં ૧૩૯ કેસ નોંધાયેલ છે. જેમાં સરકારી હોસ્પિટલના તબીબ જણાવ્યા અનુસાર આ કુતરાઓ કરડવાના અમુક ભયંકર કેસને તો અહીંથી ભાવનગર તેમજ અમરેલી રીફેર કરાયા હતાં.
જેમાંથી કાલે સાંજના પાંચેક વાગ્યે સ્કુલેથી અભ્યાસ કરીને આવતી શાયન સબીરભાઈ કાદરીની દિકરીને મોઢાંના ભાગે બચકુ ભરતા પ્રથમ જાફરાબાદ હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગર રીફર કરાયેલ છે. આ કુતરાઓના ત્રાસથી સમગ્ર જાફરાબાદ ફફડે છે અને આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.