6307

જાફરાબાદ ખાતે ભાજપ ઉમેદવાર હીરાભાઈ સોલંકી સાથે તેમના પત્ની શાંતુબહેન સાથે સવારે મતદાન કર્યુ. એક મતદાનની કિંમત જાણોના આદેશ સાથે શાંતિપૂર્વક ૬૬.પ૦ ટકા નોંધાયું હતું.
જાફરાબાદ ખાતે ભાજપ ઉમેદવાર હીરાભાઈ સોલંકી સાથે તેમના ધર્મપત્ની શાંતુબહેન સાથે મતદાન કન્યા શાળા ખાતે કરતા તેમજ તેમના બહોળી સંખ્યામાં સમર્થકોએ પણ મતદાન શાંતિપૂર્વક કર્યુ તેમજ સવારે પોતાનું મતદાન કરી તેમના હજારોની સંખ્યામાં કાર્યકરો, સમર્થકોને આદેશ અપાયા કે મતદાન શાંતિપૂર્વક કરવું કરાવવું ખોટી અફવાઓથી દુર રહેવું, કાયદો-વ્યવસ્થા જળવાય તેવા તંત્રને સાથ અને સહકાર આપવો, જેનું પરિણામ અત્યારે ૯૮ વિધાનસભાનું કુલ મતદાન ૬૬.પ૦ ટકા નોંધાયું હતું. જે હીરાભાઈ સોલંકી દ્વારા જણાવાયું કે, ભાજપની જીત લીડથી નક્કી છે.