8316

આજરોજ તા.૧ર-૩-ર૦૧૮ના રોજ શરૂ થતી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને પ્રોત્સાહિત કરવા તથા શુભેચ્છા આપવા માટે જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ નગરપાલિકાના સૌજન્યથી જાફરાબાદ પારેખ એન્ડ મહેતા હાઈસ્કુલના પ્રવેશદ્વાર ઉપર પરીક્ષાર્થીઓને ચંદન-ગુલાબનું ફુલ, બોલપેન તેમજ ચોકલેટ આપી શુભેચ્છા સાથે આશિર્વાદ આપેલ. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા, નગરપાલિકા પ્રમુખ કોમલબેન બારૈયા, સરમણભાઈ બારૈયા, પૂર્વ પ્રમુખ ચંદુભાઈ પટેલ, વેપારી એસોસીએશન પ્રમુખ હર્ષદભાઈ મહેતા, જયેશભાઈ ઠાકર, અશોકભાઈ ભેરાઈવાળા, હેમલતાબેન પુરોહિત, સોનલબેન, ચંદુભાઈ વંશ તથા કબીરભાઈ વગેરે ઉપસ્થિત રહી સહયોગ આપેલ તેમજ પારેખ એન્ડ મહેતા હાઈસ્કુલના નિયામક રામાનંદી આચાર્ય તેમજ વિકિભાઈએ સુંદર આયોજન અને વ્યવસ્થા ગોઠવેલ.