8310

તા.૧૧-૩-ર૦૧૮ને રવિવારના જાફરાબાદ વેપારી એસોસીએશનના યોજાયેલ સંમેલનમાં બહોળી સંખ્યામાં વેપારીઓએ હાજરી આપેલ. આ મિટીંગમાં વેપારીઓના અનેક પ્રશ્નોની ચર્ચા અને નિરાકરણ કરવામાં આવ્યું હતું. યુવા વેપારીઓએ ક્રિકેટ મેચ રમી આનંદ માણ્યો સાંજે સમુહ ભોજન કરી વેપારીઓ આનંદ કર્યો. યુવા વેપારી જીજ્ઞેશભાઈ જાની, ચેતનભાઈ વાવડીયા, નિકુંજ દોશી તથા લાલભાઈ મહેતા અને મહેશભાઈ ભાવનગરવાળાએ જહેમત ઉઠાવેલ. પ્રમુખ હર્ષદભાઈ મહેતા, જયેશભાઈ ઠાકર અને અશોકભાઈ દોશીએ આભાર વ્યક્ત કર્યો.