4278

ગાંધીનગરમાં જાપાનના વડાપ્રધાન શીંજો આબેની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં ગાંધીનગર શહેર તડામાર તૈયારીમાં લાગી ગયું છે. એક તરફ શુસોભન સાફસુફી તો બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા કરતી એજન્સીઓ તડામાર તૈયારીઓ સાથે રીયર્સલમાં લાગી ગઈ છે. 
મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમ માટે મહાત્મા મંદિર થી છેક એરપોર્ટ સુધીના રસ્તા પર જુદા જુદા હોર્ડિંગ્સ અને ફલેગ લગાવી સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી છે. સાથે સાથે લાઈટીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજયના જુદા જુદા સ્થળેથી પોલીસ કાફલો ઉતારી દરેક રસ્તા પર પોઈન્ટ મુકી દેવામાં આવ્યા છે.