4950

આશાવર્કર બહેનો દ્વારા તેમને સોંપવામાં આવેલી વધારાની કામગીરીનો વિરોધ, કાયમી કરવા, વિવિધ લાભો આપવા સહિતની માંગણીઓ સંદર્ભે આંદોલન ચલાવાઈ રહ્યું છે. જેમાં આજે ભાવનગર ખાતે ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા વિવિધ લોકાર્પણ કાર્યક્રમો કરાયા. જેમાં આશાવર્કર બહેનો પહોંચી હતી અને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર આપેલ અને સુત્રોચ્ચાર કરાતા નિલમબાગ પોલીસ દ્વારા બહેનોની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ મથકે બેસાડી દેવાયા હતા.