4293

ભાવનગર શહેર પશ્ચિમના ધારાસભ્ય તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નવનિર્મિત કાર્યાલયનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. એ સાથોસાથ ગઈકાલે પ્રદેશ પ્રમુખનો જન્મદિવસ હોય જીતુભાઈના સમર્થકો તથા કાર્યકરો દ્વારા જીતુભાઈ વાઘાણીની રક્તતુલા કરવામાં આવી હતી અને આ બ્લડ ભાવનગર બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે પૂર્વ વિસ્તારના ધારાસભ્ય વિભાવરીબેન દવે, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, સાંસદ ડો.ભારતીબેન શિયાળ, ડો.ધીરૂભાઈ શિયાળ, શહેર ભાજપા પ્રમુખ સનતભાઈ મોદી, ભાવનગર મહાપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા, મેયર નિમુબેન બાંભણીયા સહિતના રાજકિય અગ્રણીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.