3725

કાળીયાબીડ વિસ્તારમાં આવેલ જ્ઞાનમંજરી વિદ્યાપીઠના પટાંગણમાં આવેલ ડોમમાં આજે આગ લાગી હતી. આ અંગે પ્રાપ્ય માહિતી અનુસાર સાંજે સંસ્થા દ્વારા કોઈ કાર્યક્રમનું આયોજન સભાખંડમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંપન્ન થયા બાદ સાંજે ડોમમાં કોઈ કારણોસર આગ ભભુકી ઉઠતા જોતજોતામાં વિશાળસ્વરૂપ ધારણ કર્યુ હતું. જેમાં સભામંડપ, ફર્નિચર, બેંન્ચીસ, ઈલે.વાઈરીંગ, ખુરશી સહિતનો જથ્થો સળગી જવા પામ્યો હતો જો કે સદનસીબે બનાવ સમયે સિકયુરીટી ગાર્ડ સિવાય સંકુલમાં કોઈ હાજર ન હોય કોઈ જાનહાની સર્જાવા પામી ન હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા તંત્રએ બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આ બનાવમાં આગ લાગવાનું કારણ તથા નુકશાનીનો આંક જાણવા મળ્યો નથી.