7073

કલોલ શહેર વીએચપીના પ્રમુખ તેમાં એક છે. જીવનમાં સતત સેવાને વરેલા ચંદુકાકાએ આજે અંતિમ શ્વાસ લીધા હતા. મોત બાદ તેમનો પાર્થિવ દેહનુુ વિદ્યાર્થીઓના શિક્ષણના કામમાં આવે તે માટે દેહદાન કરવામાં આવ્યુ હતુ.
કલોલ રામેશ્વર ફ્‌લેમાં રહેતા વિશ્વ હિન્દુ પરિષદ કલોલ શહેરના આજીવન પ્રમુખ ચંદુલાલ બી.સોલંકીએ દોઢ બે વર્ષ પહેલા તેમના ખાસમિત્ર સામાજીક કાર્યકર અશોકસિંગ છાબડાને મૃત્યુ બાદ તેમના પાર્થિવ શરીરનું મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દાન કરવા જણાવ્યુ હતુ. 
ઘણા સમયથી અન્નનળીના કેન્સરની બિમારીથી પીડાતા હોવા છતા કાર્યરત હતા. છેલ્લા એક સપ્તાહથી પથારીવશ હતા અને દવા લેતા હતા. જીવનની છેલ્લી ઘડીની જાણે તેમને જાણ થઇ ગઇ હતી એટલે પુનઃ સામાજીક કાર્યકર અશોકસિંગને કહ્યુ હતુ કે તેમના દેહનું દાન કરવાનુ ભુલતા નહીં. ગુરૂવારે સવારે ચાર વાગ્યે અંતમ શ્વાસ લીધા હતા.
જેની જાણ અશોકસિંગ છાબડાને થતા તેઓ તેમના નિવાસ્થાને પહોચી ગયા હતા. ચંદુલાલના બન્ને દિકરા નિલેષભાઇ અને મુકેશભાઇને મળી ચામુંડા બ્રીજ ખાતે આવેલ જીસીએસ હોસ્પિટલ અને મેડીકલ કોલેજના ડીન ર્ડા.કિર્તીભાઇ પટેલ જાણ કરી દેહદહન કરવા કહ્યુ હતુ. એમ્બયુલન્સમાં ચંદુકાકાના પાર્થિવ શરીરને જીસીએસ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. ચંદુકાકાના બન્ને પુત્રો તેમજ પરિવારની હાજરીમાં પાર્થિવ દેહનું દાન કરવામાં આવ્યુ હતું. 
જેનું એનાટોમી વિભાગના ર્ડા.ભરત પટેલ તથા ડીન ર્ડા.કિર્તી પટેલે દેહનો સ્વીકાર કર્યો હતો. સામાજીક કાર્યકર છાબડાએ ચંદુકાકાની મૃત્યુબાદના પાર્થિવ શરીરથી તબીબ શાખાના વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવી શકે તેવી ઇચ્છા પૂર્ણ કરી હતી,