4883

ગાંધીનગર સ્થિત ભાજપનાં પ્રદેશ કાર્યાલય કમલમ્‌ ખાતે ભાજપનાં હોદ્દેદારોની આજે એક બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત ભાજપનાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ સહિતનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં વડાપ્રધાન મોદીનાં ફરી ગુજરાત પ્રવાસને લઈ ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાન મોદી ૧૬ ઓક્ટોમ્બરે ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે.
વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં પેજ પ્રમુખોનું સંમેલન યોજાવાનું છે કે જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેવાના છે. જેની તૈયારીઓને માટે આજની બેઠકમાં વિશેષ ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. તેમજ આ સંમેલનને સફળ બનાવવા માટે હોદ્દેદારોને અલગ-અલગ જવાબદારી પણ સોંપવામાં આવી છે.