4270

કેન્દ્ર સરકાર દ્વારા ખેતી ઉપર લગાવેલા જીએસટી દર ઉપરાંત પાક વિમો અને અન્ય પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ ભાવનગર શાખા દ્વારા પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રીને સંબોધતું આવેદન જિલ્લા કલેક્ટરને પાઠવ્યું છે.
વર્તમાન સમયની વિષમ પરિસ્થિતિ દિન-પ્રતિદિન વરસાદની અછત મોંઘવારી સહિતના પડકારરૂપ અવરોધો સામે જજુમતો કિસાન મહામહેનતે ખેતી કરી પાક પકવે છે. આવી નબળી બાબતોને કેન્દ્ર સરકારે ધ્યાને લીધા વિના નવી આઈકર નીતિમાં ખેતીને પણ સામેલ કરી કૃષિ ઉત્પાદન સહિતની બાબતોમાં જીએસટી દર લાગુ કર્યા છે. આ જીએસટી દર રદ્દ કરવા ઉપરાંત લાંબા સમયથી પડતર પડી રહેલ ખેડૂતોની માંગ અને પાક વિમા સહિતના અગણિત પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરતો પત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યો છે.