7410

ઘોઘા તાબેના નાના ખોખરા ગામે રહેતા શખ્સ પર ઘોઘા પોલીસ મથકમાં પ્રોહીબીશન મુજબનો ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હાના કામે આરોપી નાસતો-ફરતો હોય એસઓજી ટીમે નાના ખોખરા ગામના પાદરમાંથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
એસઓજી શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. પરમારની સુચનાથી પોલીસ કોન્સ. રાજદિપસિંહ ગોહિલ તથા અતુલભાઈ ચુડાસમાને મળેલ સંયુક્ત બાતમી આધારે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં કલમ ૬પ-એફ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી વાસુદેવસિંહ ઉર્ફે વિજયસિંહ કલ્યાણસિંહ ઉર્ફે કલુભા ગોહિલ રહે.નાના ખોખરા તા.ઘોઘા જી.ભાવનગરવાળાને નાના ખોખરા ગામના પાદરમાંથી ઝડપી પાડેલ. આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરી ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસઓજીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. પરમારની સુચનાથી હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. રાજદિપસિંહ ગોહિલ, અતુલભાઈ ચુડાસમા, પ્રદિપસિંહ ગોહિલ, લગ્ધીરસિંહ ઝાલા જોડાયા હતા.