8497

શહેરના ચાવડીગેટથી કુંભારવાડા જવાના રસ્તે ફાટક પાસે તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને એલસીબી ટીમે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા છે.
ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફનાં માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ચાવડીગેટ,ભાલવાળા ખાંચા પાસે આવતાં પો.કોન્સ. શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, ચાવડીગેટ થી કુંભારવાડા ફાટક બાજુ જતાં રસ્તે ભાલવાળા ખાંચામાં અમુક ઇસમો ભેગાં થઇ ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે.તેવી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતાં  નટુભાઇ અમરશીભાઇ સોલંકી, મુકેશભાઇ પ્રવિણભાઇ દિહોરા, ભરતભાઇ ઓધાભાઇ મકવાણા, હરેશભાઇ અશોકભાઇ રાઠોડ, ઉમેશભાઇ બીપીનભાઇ મકવાણા સહિતના કુલ-૫ માણસો ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૧૧,૦૨૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ. તેઓ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી માટે તેઓને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.