7677

શહેરના વાઘાવાડી રોડ માધવદર્શન પાસે પાણી ભરેલા ટેન્કરે બે બાઈક ચાલકને અડફેટે લેતા બન્ને શખ્સોને સારવાર અર્થે ૧૦૮ સેવા દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. શહેરના વાઘાવાડી રોડ માધવદર્શન પાસે પાણી ભરેલા ટેન્કર નં.જીજે૦૩વી ૬૪૦૬ના ચાલકે પાછળથી બાઈક નં.જીજે૪બીએફ ર૩૯પના ચાલક અશ્વિનભાઈ ત્રિવેદી અને અન્ય બાઈકના ચાલક કેતનભાઈને અડફેટે લેતા બન્ને ઈજાગ્રસ્તને ૧૦૮ સેવા દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવમાં ટેન્કરના ચાલકે ટ્રાફીક પોલીસની હાજરીમાં ગેરવર્તન કર્યાનું જાણવા મળ્યું હતું.