3589

આજે તા. ૧૦ ઓગષ્ટના રોજ ભાવનગર ખાતે સંસદીય સચિવ વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને અટલ બિહારી બાજપાઈ ઓપન એર થીયેટર,મોતીબાગ ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. 
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી દવેએ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને જણાવ્યુ હતુ કે મહિલાઓના સશક્તિકરણ માટે વર્ષ ૨૦૦૧થી રાજ્ય સરકાર પરિણામલક્ષી કામ કરી રહી છે. વિશ્વમાં ૮ માર્ચ મહિલા દિન તરીકે ઉજવાય છે ત્યારે ગુજરાતમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી થકી મહિલાઓને અનેક પ્રકારે માહિતી,માર્ગદર્શન તેમજ સહાય આપવામા આવે છે. તેમણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા કલ્યાણની અમલમાં મુકેલી યોજનાઓની વિગતે જાણકારી આપી હતી.વધુમાં ઉમેર્યુ હતું કે રાજ્ય સરકાર દ્વારા સગર્ભા બહેનોને સરકારી યોજના થકી પોષણક્ષમ આહાર આપવામાં આવે છે.  આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી. સી. પટેલ, ઈન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસર કૌમુદીબેન પંડિત, આઈ. સી. ડી. એસ. સુપરવાઈઝર બહેનો, આંગણવાડી વર્કરો, હેલ્પરો તથા આમંત્રીત બહેનોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી.