8422

મહુવા ડી.સ્ટાફ.ના હેડ.કોન્સ.જે.આર.આહીર તથા.એ.એસ.આઇ બી.બી.ગુજજર તથા હેઙ.કોન્સ પી.આર.ગોહીલ તથા નરેશભાઇ બારૈયા તથા બનેસંગભાઇ મોરી વગેરે સ્ટાફના માણસો કોંગ્રેસ પક્ષ દ્વારા રાખવામાં આવેલ રસ્તા રોકો કાર્યકમ અનુંસધાને નેસવડ ચોકડી ખાતે હાજર હતા દરમ્યાન સાથેના પો.કોન્સ બેનસંગભાઇ મોરીને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે મહુવા સૈફી સોસાયટીમાં અલીરજ મહેબુબભાઇ મુનીના મકાનની બાજુમાં એક બંધ બોડીની રીક્ષામાં જેના ઉપર દેવ સેલ્સ લખેલ છે તે રીક્ષામાં  ઇગ્લીશ દારૂ પડેલ છે. જે ચોક્કસ બાતમી આધારે સૈફી સોસાયટીમાં જઇ તપાસ કરતા ઉપરોકત વર્ણનવાળી ઓટો રીક્ષા મળી આવેલ જેની અંદર તપાસ કરતા પરપ્રાંતિય ઇગ્લીશ દારૂની બોટલ ઇમ્પીરયલ બ્લુ વ્હીસ્કી બોટલ નંગ-૧૮ કિ.રૂ ૫૪૦૦/-તથા મેજીક મુમેન્ટસ વોડકા બોટલ નંગ-૬ કિ.રૂ ૧૮૦૦/- તથા હાર્વડ ૫૦૦૦ બીયર ટીન નંગ-૨૫ કિ.રૂ ૨૫૦૦/- તથા નંબર વગરની રીક્ષા કિ.રૂ ૨૦,૦૦૦/-ગણી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૨૪ તથા બીયર ટીન નંગ-૨૫ તથા રીક્ષા મળી કુલ કિ.રૂ ૨૯,૭૦૦/- મળી આવતા રીક્ષા માલીક સામે પ્રોહી કલમ ૬૫એઇ,૧૧૬બી,૯૮(૨) મુજબનો ગુન્હો દાખલ કરેલ હોય આમ મહુવા પોલીસે રીક્ષા તથા ઇગ્લીશ દારૂ તથા બીયર ટીન સાથેનો કિ.રૂ ૨૯,૭૦૦/-મુદામાલ પકડી પાડી આગળની તપાસ હેઙ.કોન્સ જે.આર. આહિર ચલાવી રહ્યા છે.