7120

મહુવા મુસ્લિમ સોરઠીયા ઘાચી સમાજ દ્વારા ૯માં સમુહ લગ્ન સમારોહનું આયોજન કરાયું. જેમાં મૌલાના કારી હનીફ સાહેબે સમુહ લગ્નની શરૂઆત કુરાને પાકની તીલાવથી કરીને દુલ્હા-દુલ્હનને નિકાહ પડાવ્યા હતા.
આ સમુહ લગ્ન ઈસ્લામ ધર્મના મહાન નબી મહંમદ મુસ્તુફા સલ્લાહુ અલહીવસ્લમના તરીકા મુજબ, એકદમ સાદગીપૂર્ણ કરાયા હતા. સમુહ લગ્નમાં નવદંપતિઓને દાતાઓ દ્વારા ઘરની બધી જ ઘર વખરી ભેટ અપાઈ.
આ સમુહ લગ્નમાં દુલ્હા, દુલ્હનને આશિર્વાદ આપવા માટે અકવાડાના મૌલાના હનીફ કારી સાહેબ તેમજ પૂ.મોરારીબાપુના ભાઈ ચેતનબાપુ, યાદે હુસેન કમિટીના પ્રમુખ સૈયદ મહેંદીબાપુ તેમજ મહુવાના ઉદ્યોગપતિ પંકજભાઈ રૂપારેલ, ફારૂક સેલોત તેમજ ઘાચી સમાજના પ્રમુખ ઈસા હાજી સાહેબ ભાજપના ધારાસભ્ય આર.સી. મકવાણા તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ મહુવાના તમામ રાજકિય અગ્રણીઓ તેમજ ઘાચી સમાજના તમામ આગેવાનો મોટીસંખ્યામાં હાજર રહ્યાં હતા.