8343

મહુવાની કંસારાબજારમાં પાન-બીડીની દુકાન ધરાવતા બે ઈસમોને વર્લી મટકાના આંકડા લેતા મહુવા પોલીસે રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. 
નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરી મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ. વારોતરીયાએ બામતીદારો એલર્ટ કરી ચોકકસ હકિકત મળેલ કે મહુવા સાંઈ બાબાના મંદિર પાસે રહેતા નરેન્દ્ર જસુભાઈ ગોહિલ તથા જસુભાઈ બાલુભાઈ ગોહિલ પોતાની મહુવા કંસારા બજારમાં આવેલ પાન-બીડીની દુકાનમાં પોતાના આર્થિક ફાયદા સારૂ વર્લી મટકાની અલગ-અલગ બજારો પર આકડા લખી વર્લી મટકાનો જુગાર રમી રમાડી જુગારનો અખડો ચલાવતા હોવાની હકિકત આધારૂ રેઈડ કરી બન્ને ઈસમોને વર્લી મટકાના આંકડા લખેલ સાહિત્ય તથા રોકડ રૂા. ર૩૦ર૦/- મોબાઈલ ૩ કિ.રૂા. ૬૦૦૦/- તથા બોલપેન મળી કુલ રૂા. ર૯૦ર૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.