3418

તળાજા-મહુવા હાઈવે પરથી દાઠા પોલીસ સ્ટાફે બાતમીરાહે વોચમાં રહી ગૌવંશ ભરેલો પીકઅપ બોલેરોવાન સાથે શખ્સને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા હાઈવે પર જાગધાર ગામ નજીક દાઠાનાં પી.એસ.આઈ કનારા અને સ્ટાફ નાઈટ પેટ્રોલીંગ હતા તે વેળાએ બાતમી રાહે વોચમાં રહી ત્યાંથી પસાર થઈ રહેલ બોલેરો પીકઅપવાન નં.જી.જે.ડબલ્યુ ૮૯૫૮ને અટકાવી તલાશી લેતા જેમા ૧ ગાય, ૧ ભેસ અને ૧ પાડીને કુર્રતા પૂર્વક બાધેલી હાલતે મળી આવેલ હતા. પોલીસે બોલેરોવાનના ચાલકનું નામ પુછતાં છેલુ ધનજીભાઈ સાટીયા હોવાનું અને ગઢડાનાં ખોપાળા ગામે રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે છૈલુ સાટીયા વિરૂધ્ધ પશુ અતિક્રમણની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.