4942

ભાવનગર શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આજે મહુવા અને ઘોઘા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં મહુવામાં ૧ કલાકમાં બે ઈંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ચોમાસાએ વિદાય લીધી હોય તેમ ભાવનગર શહેર અને જિલ્લામાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે અને છેલ્લા એકાદ સપ્તાહથી તો તાપમાનનો પારો પણ ઉચકાતા ઉનાળા જેવો માહોલ સર્જાયો છે અને લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે ત્યારે આજે રાત્રિના સમયે મહુવા પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને એકાદ કલાકમાં જ બે ઈંચ ઉપરાંત (પ૪ મી.મી.) વરસાદ પડયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ. જ્યારે ઘોઘા પંથકમાં પણ વરસાદના જોરદાર ઝાપટા પડયા હતા.