3553

આજે તા. ૯ ઓગષ્ટના રોજ બપોરે ૧૫/૦૦ કલાકે ભારતના ચુંટણી આયોગની સુચના અનુસાર કાળીયાબીડ વિરાણી સ્કુલ ખાતે ભણતાં ધોરણ ૧૦ તથા ૧૨ના વિધાર્થીઓને  મતદાન પ્રક્રિયાની જાણકારી અર્થે જિલ્લા કલેકટર હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં સ્કુલ ઈન્ટર એકટીવ કાર્યક્રમ યોજાયો હતો. 
આ કાર્યક્રમમાં પટેલે મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા અપાયેલ પ્રશ્નોની યાદીમાંથી વિધાર્થીઓને પ્રશ્નો પુછયા હતા વિધાર્થીઓએ તેના જવાબો આપ્યા હતા. વિધાર્થીઓને પી. પી. ટી. ઉપર જાણકારી મળી રહે તે હેતુસર વિડીયો નિદર્શન કરાયુ હતુ  તથા વિડીયો ગેમ રમાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારી યોગેશ ઠક્કર, મ્યુ. નાયબ કમિશ્નર હર્ષવર્ધન મોદી, પ્રાંત અધિકારી ખેર, શહેર મામલતદાર પરમાર તથા ચુંટણી શાખાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.