7840

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું બજેટ ફોર ન્યુ ઈન્ડિયાના વિષય ઉપર માહિતી સભર વકતવ્ય યોજાયું હતું. કાર્યક્રમના પ્રારંભમા ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ ભટ્ટે શાબ્દિક સ્વાગતની સાથો સાથ સ્થાનીક પ્રશ્નોના ઉકેલ અગે રજુઆત કરેલ.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પાવર પોઈન્ટ પ્રઝન્ટેશન અને વકતવ્ય દ્વારા વિશ્વમા અર્થકારણ અને વિકાસની દ્રષ્ટિએ જે વાસ્તવિકતા છે તેને અનુરૂપ કાર્ય થઈ રહ્યાનું જણાવી બજેટમાં તે મુદ્દાઓને લઈને પરીણામ આવી રહ્યા છે તેની વિગતો આકડા અને માહિતી સાથે આપી હતી.
નોટબંધી અને જીએસટીના મુદ્દા અંગે પણ તેઓએ જણાવેલ કે દેશના જ વિકાસ માટે નહી સમગ્ર વિશ્વની બજારમાં આપણું સ્થાન અને કાર્ય આગળ આવે તે માટે આ કરવામાં આવી રહ્યુ છે અત્યારે કદાચ લોકોને થોડી અગવડ લાગશે પરંતુ આજથી ૧૦ વર્ષ બાદ તેનું ચીત્ર જરૂર લાભદાય જણાશે.
ભાવનગરના વેપાર ઉદ્યોગના પ્રશ્ને મનસુખભાઈ માંડવીયાએ જણાવેલ હતું કે ભાવનગરનો પ્લાસ્ટીક ઉદ્યોગ, ડાયમંડ ઈન્ડકસ્ટ્રીઝ જરૂર વિકાસ પામશે. ઘોઘા દહેજ ફેરી સર્વિસ, રોડ અને હવાઈ માર્ગીય મળતી કનેકટીવીટી મળતા જરૂર ફાયદો થશે.
વિશ્વનું પ્રથમ કક્ષાનું અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ ટુરીઝમ માટેનું પણ ઉત્તમ સ્થળ બને તે માટે તથા આલીશાન મ્યુઝીયમ બનાવાશે. શીપ ભાંગતા ઉદ્યોગોનો ચીતાર પ્રવાસઓ નીહાળી શકાશે. ભાવનગરમાં બંધ પડેલું ગુજરાત સરકારનું આલ્કોક એસડાઉન ફરી શરૂ કરાશે. તેવી જ રીતે નાના મધ્યમ કક્ષાના શીપ બિલ્ડીંગ માટે ચાચ બંદર ઉત્તમ જગ્યા છે. આ તકે તેઓએ કૃષિ સંપદા યોજના, આરોગ્ય માટેની આયુષ્યમાન ભારત યોજના, મેક ઈન ઈન્ડિયા થ્રુ સ્કીલ ડેવલોપમેન્ટ જેવી કેન્દ્રની વિવિધ યોજનાઓ અંગે પણ વિસ્તૃત જાણકારી આપેલ.