3380

જાપાનના વડાપ્રધાન સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત સ્થિત મારૂતિ સુઝુકી પ્લાન્ટના વિસ્તરણ પર ચર્ચા થઇ શકે છે. ત્યારે ફરી એકવખત સાબરમતી રિવરફ્રન્ટને સજાવામાં આવશે. પરંતુ આ વખતે ચીનના પ્રેસિડન્ટ જિનપિંગ માટે નહીં પરંતુ જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે અને વડાપ્રધાનની નરેન્દ્ર મોદીની મુલાકાત માટે દુલ્હનની જેમ શણગારાશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જાપાનના પીએમ ગુજરાત આવશે ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પણ ચર્ચા થઇ શકે છે.
ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સંદર્ભે રિવરફ્રન્ટ પાર્ક, રિવરફ્રન્ટ અને સુભાષ બ્રીજ તેમજ દધીચિ બ્રીજને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. તેવી જ રીતે ફરી એકવખત જાપાનના વડાપ્રધાન માટે શરણગારવામાં આવશે. તે સમયે રોજ સાંજ પડ્યે બન્ને બ્રિજ પર મોટી સંખ્યામાં નાગરિકો આ રોશની જોવા ઊમટી પડે છે.
દુનિયાની ઉભરતી આર્થિક તાકાત સમા અને વસ્તીમાં મોખરે ભારતના એક હરીફ દેશ ચીનના સર્વોચ્ચ નેતા અને  ેમનાં પત્નીને સાબરમતી રીવર ફ્રન્ટ અને સાબરમતી આશ્રમ મોદીએ એમને જાતે ફરી ફરીને બતાવીને ખુશ કરી દીધા હતા. ત્યારે હવે ફરી એકવખત શિન્ઝો અબેના સ્વાગતની ગુજરાતમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઇ જશે.