4018

શહેરના મુડીડેરી ચોકમાં આવેલ પાણી ભરેલા ખાડામાં એક સાયકલ અવાર સગીર પડી જતા રાહદારીઓએ હેમખેમ ઉગાર્યા  હતો બે દિવસથી મોટી જાનહાનીની રાહ જોતુ તંત્ર આ ખાડો દુર કરવા પ્રયત્નો પણ નથી કરી રહ્યું. સત્તાવાળ તંત્ર અને કોન્ટ્રાકટરોની આપસી મિલીભગત અને ભ્રષ્ટાચારના ભરપૂર માલ મટીરીયલ્સનો ઉપયોગ કરી બનાવાયેલ રોડ રસ્તાઓ ધોવાઈ અને ભ્રષ્ટાચારની ચાડી ખાઉ રહ્યા છે ત્યારે લોકોમાં આ મામલો રોષ ફેલાયો છે શહેરના મુનિડેરી ચોેક વિસ્તારમાં તાજેતરમાં પડેલ વરસાદને લઈને રોડ વચ્ચે એક વિશાળ ખાડો પડ્યો છે આ ખાડામાં વરસાદી પાણીનો ભરાવો થઈ જતા વાહન ચાલકો રાહદારીઓ હાલાકી વેઠી રહ્યા છે. સેવામાં રસ્તે સાઈકલ સાથે પસાર થઈ રહેલ સગીર પાણી ભરેલા ખાડામાં પડી જતા રાહદારીઓએ સગીરને બહાર કાઢ્યો હતો જો કે હજુ પણ સાઈકલ ખાડામાં ખુચેલી યથાવત છે આ ભૂવાને તંત્રએ સમારકામ કરી દુર કરવાના બદલે પથ્થરો ગોઠવી દેવાયા છે જે પરથી સ્પષ્ટ પણ ફલીત થાય છે કે તંત્ર મોટા અકસ્માતની રાહમાં છે. !