4122

નર્મદા ડેમના દરવાજા બંધ થયા અને ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખુલ્યાએ ગુજરાત રાજય માટે એક ઐતિહાસિક ક્ષણ છે. આ પ્રસંગની ઉજવણી ઉત્સાહ અને ઉમંગથી કરવા રાજય સરકાર દ્વારા મા નર્મદા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં મા નર્મદા મહોત્સવની ઉજવણી તા.૦૬ થી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૭ દરમ્યાન કરવામાં આવનાર છે. 
તા.૦૬ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ સવારના ૧૦.૦૦ કલાકે મા નર્મદા મહોત્સવના ત્રણ રથોનું પ્રસ્થાન ગાંધીનગર તાલુકાના ઉનાવા ગામ ખાતેથી કરવામાં આવશે. જેમાં બે રથ ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં ફરશે. તેમજ એક રથ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફરશે. ઉનાવા ગામ ખાતે યોજાનાર મા નર્મદા મહોત્સવના સમારંભના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રભારી મંત્રી ર્ડા. નિર્મલા સુનિલ વાધવાણી ઉપસ્થિત રહેશે.