625

ગાંધીનગર સેકટર-૭ ખાતે આવેલી પી. કે. આર્ટસ કોલેજનાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની સાથે સાથે અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજાયો હતો. 
અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત પી. કે. આર્ટસ કોલેજનો વાર્ષિકોત્સવ યોજાયો હતો. આ વાર્ષિકોત્સવમાં વિવિધ થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંનિષ્ઠ અધિકારી કે. જી. વણઝારાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડયુ હતુ. જીવનમાં આવતી અનેક સમસ્યાઓને ઉકેલવા માટે ધીરજ અને પ્રયાસની આવશ્યકતા માટે સૂઝ-બૂઝથી કામ લેવાની પ્રેરણા આપી હતી. પોતાના પ્રવચનમાં કુનેહપૂર્વક કામ લેવાની વાતને વણી લઈને તેઓએ વિદ્યાર્થીકાળ પછી આવતા સાંસારિક જીવનમાં પણ તેઓને સફળતા મળે એવી શુભેચ્છાઓ આપી હતી. આ તબક્કે વિવિધ ક્ષેત્રે સફળતા હાંસલ કરનાર વિદ્યાર્થીનીઓનું કે. જી. વણઝારાએ પારિતોષિક આપીને સન્માન કર્યુ હતુ. 
અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત પી. કે. આર્ટસ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનો પણ વિદાય સમારંભ આ સાથે યોજાયો હતો. 
અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિભાઈ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ સાથે શીખ આપવામાં આવી હતી. 
સમગ્ર સ્ટાફના સભ્યોએ આ સંસ્થામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કાર્યક્રમને માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફના સભ્યો અને વિદ્યાર્થી અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.