624

નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતમાં થયેલા કથિત ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવા તત્કાલિન સરકાર દ્વારા નિમાયેલા એમ.બી. શાહ તપાસ પંચનો ૫૫૦૦ પાનાનો અહેવાલ ગુજરાત સરકારે આજે વિધાનસભામાં રજૂ કર્યો બાદ નિતિનભાઈ પટેલે કોંગ્રેસને આડે હાથ લેતાં વિધાનસભામાં એમ. બી. શાહ પંચની વિગતો આપી હતી અને ભાજપ પારદર્શક વહીવટ કરતો હોવાની ખાત્રી રૂપે આ અહેવાલ ગૃહમાં મુકી દીધો હોવાનું પણ જણાવ્યું હતું. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેની સરકાર પર કોંગ્રેસના શક્તિસિંહ અને અર્જુન મોઢવાડિયાએ ૧૭ જેટલા આક્ષેપો કરીને જુન-૨૦૧૧માં રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું. આ મુદ્દે રાજ્ય સરકારે રચેલા એમ. બી. શાહ તપાસ પંચનો અહેવાલ આજે વિધાનસભા ગૃહમાં રજૂ થયો હતો. કોંગ્રેસે તે સમયની મોદી સરકાર ઉદ્યોગકારોને ઓછા ભાવે જમીન ફાળવણીથી માડીને ભાજપના આગેવાનોને લાભ કરવા માટે કરેલા નિર્ણયો ઉપરાંત નરેન્દ્ર મોદીની હવાઈ મુસાફરી અંગેના આક્ષેપો કર્યા હતા. 
મોદી સરકાર પર થયેલા ૧૭ આક્ષેપોમાંથી બે આક્ષેપો અંગે હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવાથી ૧૫ મુદ્દાને લઈને એમ. બી. શાહ પંચને તપાસ સોંપાઈ હતી. જેમાંથી ૯ જમીન બાબતો સહિતની તપાસ પૂર્ણ કરીને તેનો અહેવાલ ૨૭-૯-૨૦૧૨ના રોજ સરકારને સુપ્રત કર્યો હતો. વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા રિપોર્ટમાં મોદી સરકાર સામે થયેલા આક્ષેપો અને પંચના તારણો આ મુજબ છે. 
આરોપ ૧ : મુખ્યમંત્રી માટે ખાનગી વૈભવી જેટ વિમાન અને હેલિકોપ્ટરનો લાભાર્થી ઉદ્યોગોના ખર્ચે ઉપયોગ. 
તારણઃમુખ્યમંત્રી દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહીત કરવા ૯ વિદેશ પ્રવાસ કરાયા હતા. જેમાં વર્ષ ૨૦૦૩થી ૨૦૦૮ સુધીમાં ૫૪૩ વખત હવાઈ મુસાફરી કરી છે. જેમાં ૪૧૬ હવાઈ મુસાફરી સરકારી એરક્રાફ્ટમાં અને ૫૦ વખત ચાર્ટર્ડ વિમાનમાં મુસાફરી કરી હતી. જેમાં ભાજપના ફંડમાંથી કુલ ૬૮ મુસાફરી કરી હતી.
આરોપ ૨ :  ટાટા નેનો પ્રોજેક્ટ માટે ૩૩ હજાર કરોડની રાહતો.
તારણઃટાટા કંપનીને પ્રોજેક્ટ માટે પ્રથમ વખત કન્શેશન નથી અપાયું, અગાઉ જનરલ મોટર્સને અપાયું હતું. સિંગુર પ્રોજેક્ટ બંધ થતા આ તક ઝડપી લેવાના ભાગરૂપે નિર્ણય લેવાયો હતો.
આરોપ ૩ :  ગાંધીનગર ખાતે ૭ ઉદ્યોગકારોને નજીવા દરે જમીનની ફાળવણી કરવામાં આવી છે. 
તારણઃ ડ્ઢન્હ્લને ૫ હજારના બજાર ભાવે જમીન અપાઈ હતી, આઈટી પ્રોજેક્ટ હોવાથી ૧૧૦૦નો દર લાગુ પડાયો ન હતો. ્‌ઝ્રજીને આઈટી પોલિસી હેઠળ રૂપિયા ૧૧૦૦ના ભાવે નિયત પોલીસી હેઠળ જમીન ફાળવમાં આવી હતી-ૈંઝ્રૈંઝ્રૈંને ગુજરાત રાજ્યની આઈટી પોલીસ અંતર્ગત જમીન ફળવાઈ હતી. સત્યમ કોમ્પ્યુટરને મેગા આઈટી પ્રોજેક્ટ માટે ફાળવેલી જમીન પરત કરવામાં આવી છે. પુરી હાઉન્ડેશનને નિતીના કોઈપણ ભાગમાં અપવાદ કર્યા વિના શિક્ષિણના હેતુ માટે જમીન અપાઈ હતી. ટોરેન્ટ-આઈટી પોલીસી હેઠળ રૂપિયા ૧૧૦૦ પ્રતિ ચો. મીના દરે જમીન આપી હતી. રાહેજા-જમીનની ફાળવણી નજીકની જમીનોનો વેચાણ મુલ્યને અનુલક્ષીને અપાઈ હતી.
આરોપ ૪ : મુદ્રા પોર્ટ અને એસઈઝેડ માટે અદાણીને જમીન ફાળવી.
તારણઃ અદાણી ગ્રૂપને ફાળવેલી જમીન ગુજરાત એસઈઝેડ એક્ટ અને કેન્દ્ર એક્ટની જોગાવાઈને આધિન જમીન અપાઈ છે.
આરોપ ૫ :  નવસારી કૃષિ યુનિવર્સિટીની જમીન છત્રાલા હોટેલ ગ્રૂપને હરાજી વિના ફાળવી.
તારણઃઆજદીન સુધી છત્રાલા ગ્રૂપને જમીનને ફાળવણી કરવામાં આવી નથી. 
આરોપ ૬ : એસ્સાર ગ્રૂપને સીઆરઝેડ અને ફોરેસ્ટની જમીનની ગેરકાયદે ફાળવણી અને બાંધકામની મંજૂરી
તારણઃ ગુજરાત સરકારને એસ્સારની વન વિભાગની જમીન તબદીલ કરવાની દરખાસ્ત કેન્દ્રમાં રજૂ કરી છે. જે હાલમાં પણ કેન્દ્રમાં પડતર છે. 
આરોપ ૭ : પાકિસ્તાન સરહદ નજીક ભાજપ નેતા વેંકૈયા નાયડુની સંબંધિત કંપનીને સોલ્ટ મેટ કેમિકલ માટે જમીન ફાળવણી
તારણઃ કંપનીનું મેમોરેન્ડમ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરતાં વૈકેયા કે તેમના વારસદાર કંપનીમાં ભાગીદાર નથી. 
આરોપ ૮ : ભારત હોટેલ લિ. ને એસ. જી હાઈવે પર હરાજી વિના કિમતી જમીનની ફાળવણી
તારણઃ ગુજરાત સરકારના ઠરાવ અનુસાર પ્રવાસન હેતુ માટે સરકારી પડતર જમીન હરાજી વિના ફાળવી શકાય છે. 
આરોપ ૯ :  મોટા શહેરોની નજીક ઉદ્યોગકારોને જમીનની ફાળવણી
તારણઃકુલ ૨૩ પ્રકરણમાં આવી જમીન વર્તમાન નિતી અને નિયત પદ્ધતિ મુજબની કાર્યવાહી કરી આપવામાં આવી છે. 
આરોપ ૧૦ : એલએનટીને હજીરા ખાતે હરાજી વિના મોકાની જમીન નજીવા ભાવે ફાળવણી
તારણઃ આ જમીન તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા ફાળવવામાં આવી હતી. જેઓ જે પાર્ટીએ આ આક્ષેપો કર્યા છે તેજ પાર્ટીના હતા. 
આરોપ ૧૧ : બજાર ભાવ કરતાં ઊંચા ભાવે અને બ્લેક લીસ્ટેડ કંપની પાસેથી પશુ આહાર ખરીદવાનો આક્ષેપ
તારણઃસચિવોની ખરીદ સમિતી દ્વારા વિશ્વ સ્તરે બજાર ભાવમાં થઈ રહેલા વધારાની ચર્ચા કરીને માંગણી સ્વિકારી છે. ટેન્ડરનો સ્વિકાર કરવાનો ગેરવ્યાજબી ઠરાવવું મુશ્કેલ છે. 
આરોપ ૧૨ :આંગણવાડી માટે ફોર્ટીફાઈડ ખારોક પુરો પાડવા બિન ગુજરાતી કંપનીની તરફેણ કરવા ઉચા ભાવનું ટેન્ડર સ્વીકાર્યું.
તારણઃ આ ટેન્ડર બીડની પ્રક્રિયામાં મુખ્યમંત્રીની કોઈ ભૂમિકા રહેતી નથી. ટેન્ડરમાં નિયત કાર્યરીતી અનુસરવામાં આવી છે.