721

ગુજરાત સરકારનાં વિજ્ઞાન વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ અને ટેકનોલોજી, ગાંધીનગર સંવર્ધિત અને કલ્યાણ ફાઉન્ડેશ ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા વિજ્ઞાનને સમાજ ઉપયોગી બનાવી પર્યાવરણ પ્રત્યે લોક જાગૃતિ ફેલાવવાના હેતુથી છેલ્લા ૧૫ વર્ષથી અનેકવિધ કાર્યક્રમો દ્વારા કાર્યરત છે.
લોક જાગૃતતા અંતર્ગત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા નગર પ્રાથમિક પ્રાથમિક શાળા નં.૩૦ અને ધનેશ મહેતા હાઈસ્કુલના વિદ્યાર્થીઓ માટે ધનેશ મહેતા હાઈસ્કુલ ક્રેસંટ સર્કલ, ભાવનગર ખાતે ઈ વેસ્ટ વિષય પર લોક જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવેલ.
ઉપરોક્ત સેમિનારના વકતા પ્રો.સુભાષભાઈ મહેતા (નિવૃત્ત પ્રાધ્યાપક, સર પી.પી. સાયન્સ કોલેજ, ભાવનગર)એ વધતી જતી ટેકનોલોજીની આડઅસર સ્વરૂપે આપણને મળતાં ઈલેકટ્રોનીક વેસ્ટની પૃથ્વી પરના વિવિધ આવરણ પર થતી અસરો અને ખાસ કરીને સજીવો પર થતી ગંભીર અસરો જણાવી હતી. ઉપરાંત આ ઈલેકટ્રોનીક વેસ્ટના યોગ્ય નિકાલ માટે વૈશ્વિક સ્તરે કેવી રીતે કામગીરીઓ થાય છે અને ભારતમાં આ સમસ્યાના ઉકેલ માટે કેવા પ્રયત્નો હાથ ધરાયા છે વગેરે બાબતોની વિસ્તૃત માહિતી આપી હતી.
ઉપરોક્ત સેમીનારનો કુલ મળીને ૧૪૩ વિદ્યાર્થીઓ લાભ લીધો હતો. જે વિગતો કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરનાં ચેરમેન ડો. ભાવેશભાઈ ભરાડની યાદીમાં જણાવેલ છે.