686

ભાવનગર જિલ્લા પંચાયત ખાતેના પંટાગણમાં યોજાયેલ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના આંતરીયાળ વિસ્તારમાં દવાખાનાઓમાં સારી તબીબી સેવા મળી રહે તે હેતુથી આયુર્વેદ તથા હોમોયોપેથી મોબાઇલ વાનનું (ફરતુ દવાખાનુ) લોકાર્પણ આજરોજ કેન્દ્રીય રાજય મંત્રી માંડવીયાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. 
આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યુ હતુકે આયુર્વેદ તથા હોમોયોપેથી મોબાઇલ વાનનુ(ફરતુ દવાખાનુ) આશરે રૂ.૧૪ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. જેના પરિણામ સ્વરૂપ આજે આપણે આયુર્વેદ તથા હોમોયોપેથી મોબાઇલ વાનનો લાભ આપવા જઇ રહયા છીએ જેના કારણે ભાવનગર જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં લોકોને સારી તબીબી સેવા મળી રહે. આ કાર્યક્રમને કેન્દ્રીય મંત્રી તથા મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યુ હતુ. અને જણાવ્યુ હતુ કે આયુર્વેદિક સારવાર એ ભારતમાં નહિ પણ સમગ્ર વિશ્વમાં આનો ઉપયોગ વધ્યો છે. કેન્દ્રીય રાજય મંત્રી તથા મહાનુભાવોના હસ્તે નાના બાળકોને પોલીયો રસીના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. 
ભાવનગર જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ મોબાઇલ વાનની રીબીન કાપી લોકાર્પણ કર્યા બાદ આ મોબાઇલ વાનનુ નિરીક્ષણ કર્યુ હતુ. અને મોબાઇલ વાનના ફરતા દવાખાનામાં કઇ કઇ સુવિઘાઓ છે તેનુ પણ નિરીક્ષણ કરી આ ફરતા દવાખાનાનો વઘુમાં વઘુ લોકોની તબીબી સેવા માટેનો ઉપયોગ કરવા સંબઘિત કર્મચારી/અઘિકારીઓને અનુરોઘ કર્યો હતો ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં ૨૩ જેટલા દવાખાના ઘણા ઓછા હતા જે હવે એક પછી એક મળતી ગ્રાન્ટમાંથી વઘુમાં વઘુ મોબાઇલ વાન દ્રારા લોકોને સેવા મળે તેવા અમારા પ્રયત્નો છે. અમને રાજય સરકારનો ખૂબજ સહકાર મળી રહયો છે. જેથી રાજકારણ વચ્ચે ન લાવતા ભાવનગર જિલ્લાનો વઘુમાં વઘુ વિકાસ થાય તેવા સૌના સહયારા પ્રયત્નો રહેવા જોઇએ અમારી જિલ્લા પંચાયતનો જયારે પણ સહકાર જોઇએ.
આ મોબાઇલ વાનના લોકાર્પણ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા કલેકટર હર્ષદભાઇ પટેલ, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, જિલ્લા વિકાસ અઘિકારીશ્રી આયુષ ઓક, લલીત નારાયણસિંગ પ્રોબેશનર, ગિરીશભાઇ વાઘાણી ડીન હોમોયોપેથીક ભાવનગર યુનિવર્સિટી, નિતાબેન રાઠોડ, શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત, બી.કે.ગોહિલ-સદસ્ય જિલ્લા પંચાયત, ર્ડા. દિલીપ પટેલ -જિલ્લા આયુર્વેદિક અઘિકારી ગાયત્રીબા તેમજ જિલ્લા પંચાયતના કર્મચારી/અઘિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા.