687

નાના ભુલકાઓનું જ્ઞાન સાથે ચારિત્ર્ય અને સંસ્કારોનું ઘડતર કરતી શહેરના વિદ્યાનગર ખાતે આવેલી સ્મોલ વન્ડર્સ પ્લે હાઉસનો આજે યશવંતરાય નાટ્યગૃહ ખાતે ૧૩મો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બે થી પાંચ વર્ષના બાળકોએ ગણેશ સ્તુતી, સ્વચ્છ ભારત, પર્યાવરણ બચાવો સહિતની થીમ ઉપર ડાન્સ કરવા સાથે કપલ ડાન્સ, વેસ્ટર્ન ડાન્સ સહિતની સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરી હતી. જેને ઉપસ્થિત આમંત્રિતો તથા વાલીઓએ તાલીઓના ગડગડાટ સાથે વધાવી હતી. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ ગીરીશભાઈ શાહ, ઉદ્યોગપતિ કોમલકાંત શર્મા, અમરજ્યોતિબા ગોહિલ, ડીવાયએસપી મનિષ ઠાકર, ઝુલેખાબેન, મમતાબા રાઓલ, મેહુલભાઈ વડોદરીયા, ગીરીશભાઈ રામૈયા સહિત આગેવાનો તથા આમંત્રિતો અને વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન યશ્વિ મહેતા, દુર્વા કામદાર, ઈશા મસાણીએ કરેલ જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા સ્મોલ વન્ડર્સના સંચાલિકા હર્ષા રામૈયા અને ઉર્વી મહેતા સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી.