સમગ્ર ભારત દેશમાં સદીઓથી ચાલી આવતી રાવણ દહનની પરંપરા બંધ કરવાની માંગણી સાથે આજે પરશુરામ યુવા સેના ભાવનગર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જો રાવણ દહન ચાલુ રહેશે તો સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપી હતી.
દેવાધિદેવ મહાદેવના પરમ ઉપાસક શાસ્ત્રોમાં પ્રખરતા પ્રાપ્ત કરી મહાપંડિત તરીકે ખ્યાતિ મેળવેલા રાક્ષસરાજ રાવણના પુતળાનું દશેરાના દિવસે સમગ્ર દેશભરની સાથોસાથ ભાવનગરમાં પણ દહન કરવામાં આવે છે અને...
વધુ વાંચો

માં આદ્યશક્તિની ભક્તિ અને આરાધનાના નવરાત્રિ પર્વનો આજથી પ્રારંભ થતા શહેરના વિવિધ માતાજીના મંદિરોમાં દર્શનાર્થે ભાવિકો ઉમટ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા. હવે નવરાત્રિના નવ દિવસ સુધી વિવિધ મંદિરોમાં લોકોની ભીડ યથાવત રહેશે.


વધુ વાંચો

ભાવનગર યુનિવર્સિટી દ્વારા વર્ષ ર૦૧૩ પહેલાના વાર્ષિક અને તે પછીની સેમેસ્ટર પધ્ધતિના અભ્યાસક્રમ બંધ કરી દેવામાં આવેલ છે, તેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી ઉપર પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે અને આ કમિટીએ રીપોર્ટ પણ યુનિ.માં સબમીટ કરી દીધો છે. થોડા દિવસ પૂર્વે આ અંગે લેખીત અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવેલ. જેમાં તારીખ ર૧-૯-૧૭ને ગુરૂવારના રોજ નિર્ણય થઈ જશે તેવી મૌખિક ખાતરી આપેલ પરંતુ આજે આ અંગેની કોઈ પ્રક્રિયા થઈ હોય તેવું જાણમાં નથી કે...
વધુ વાંચો

ભાવનગર અગ્રવાલ સમાજના રજત જયંતિ ઉત્સવ નિમિત્તે મહારાજા અગ્રવાલ સેનની પ૧૪૧મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલ. જે નિમિત્તે આજે કાળીયાબીડ ખાતે આવેલ અગ્રવાલ હોલમાં પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અગ્રવાલ સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી હતી.


વધુ વાંચો

નવરાત્રિ પર્વ એટલે માયભક્તો સહિત ભાવિક ભક્તો માટે આરાધના પર્વ આ પર્વ નિમિત્તે પરંપરાગત માતાજીની ગરબી મંદિરમાંથી બહાર પધરાવી રાત્રિના માતાજીના ગરબા, ધૂન અને ભવાઈ સહિતના આયોજનો કરવામાં આવે છે. શહેરના હાઈકોર્ટ રોડ અંબાજી મંદિર, આતાભાઈ ચોક, કાળુભા રોડ, કરચલીયાપરા, રેલ્વે સ્ટેશન, કોળીયાક સહિતના વિસ્તારોમાં ગરબી પધરાવવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે અને પૂજન-અર્ચન સાથે ગરબા પણ ગવાય છે. આ તમામ સ્થળોએ આઠમનો હવન પણ કરવામાં આવે છે.


વધુ વાંચો

માતાજીના નવલા નોરતાના પ્રારંભ સાથે જ લોકોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે નવરાત્રિના આજે પ્રથમ દિવસે શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા લીમડી ચોકના મેલડી માતાજીના મંદિરે યુવક મિત્ર મંડળ દ્વારા નાની બાળાઓને વિવિધ દેવીઓના સ્વરૂપમાં શણગાર કરાવી ૬૪ જોગણીઓ તૈયાર કરીને દર્શન કરાવાયા હતા. જેના આસપાસના વિસ્તારના લોકોએ માતાજીના બાળાઓ દ્વારા તૈયાર કરાયેલા આબેહુબ ૬૪ જોગણીના દર્શન કર્યા હતા.     


વધુ વાંચો

પાંચમાં સેવા સેતુ કાર્યક્રમ તખ્તેશ્વર વોર્ડનો તા.ર૧ના રોજ સવારે ઓપનએર થીએટરમાં મળેલ આ કાર્યક્રમમાં ૩પ૬ લાભાર્થીઓએ લાભ લીધેલ. ૩પ૬નો હકારાત્મક નિકાલ કરેલ. કમિશ્નર કોઠારી અને ડે.કમિશ્નર મોદી આ સેવા સેતુ કાર્યક્રમમાં જોવા મળે છે. તેઓ સેવા સેતુ કાર્યક્રમનું નિરક્ષણ કરી રહ્યાં છે.


વધુ વાંચો

કુંભારવાડા-માઢીયા રોડ પર આવેલ શેરી નં.૩માં આવેલ રસ્તાની બરાબર વચ્ચેથી પસાર થતી ડ્રેનેજ લાઈનને મેનહોલની ટાંકીનું ઢાંકણ લાંબા સમયથી તુટી જતા બેદરકાર તંત્રએ સમારકામની તસ્દી લીધી નથી. આથી સ્થાનિકોએ વટે માર્ગુઓ-વાહન ચાલકોની સલામતી અર્થે આ મેનહોલમાં લાકડા ગોઠવ્યા છે. પરંતુ રાત્રિના સમયે તથા અજાણ્યા વાહન ચાલકો-રાહદારીઓ તંત્રની આ ગંભીર બેદરકારીનો ગમે તે ઘડીએ ભોગ બને તેવી શક્યતા પ્રબળ બની છે.     


વધુ વાંચો

ભાવનગરના પછાત વિસ્તારોમાં ફાટી નિકળેલ ચીકનગુનિયાં, સ્વાઈન ફલુ, ડેન્ગ્યુ પ્રકારના અનેક રોગના રક્ષણ માટે ખાસ બાળકો માટેની આરોગ્ય તપાસ શિબિર બાલમંદિરના ઉપક્રમે યોજાઈ. ડો. જશુબહેન જાની તથા પ્રીતિબહેન ભટ્ટ દ્વારા ૯૬ બાળકોને સારવાર અને વિનામુલ્યે દવા આપવામાં આવેલ. 


વધુ વાંચો

ગોહિલવાડના પ્રસિધ્ધ અને પ્રાચિન શક્તિધામ ભંડારિયામાં આજે ગુરૂવારથી સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે નવરાત્રિ મહોત્સવ ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે નિજમંદિરમાંથી માતાજીની આંગી-ગરબીને પુરા માન-સન્માન સાથે માણેકચોકમાં પધરાવાઈ હતી. તબલાના ત્રગડા અને ભૂંગળના સુર સાથે નવરાત્રિના નવ જાગ માટે ભવાઈના અંશ સમા ધાર્મિક અને સામાજિક નાટકોની પ્રસ્તુતિ સાથે નવલા નોરતાની પરંપરાગત ઉજવણી થશે. આજે પ્રથમ દિવસથી જ માતાજીના દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી હતી.
...
વધુ વાંચો