1405

અંધ ઉદ્યોગ શાળા, ભાવનગર ખાતે અંધ અભ્યુદય મંડળ દ્વારા ભાવનગર જિલ્લાના ર૦થી વધુ આર્થિક રીતે પછાત અને જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પગનું રક્ષણ કરી શકે તેવા પગરખાનું તેમજ અનાજ કીટોનું વિતરણ પ્રમુખ લાભુભાઈ સોનાણીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, અંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને પ્રતિમાસ અન્નપૂર્ણા યોજના હેઠળ અનાજ કીટ, મેડીકલ યોજના હેઠળ દવાઓનું વિતરણ તેમજ અનેક જીવનજરૂરી વસ્તુઓની વિતરણ જુદા જુદા દાતાઓની મદદથી કરવામાં આવે છે. આ ઉમદા સેવા યજ્ઞમાં આર્થિક રીતે સહભાગી બનવા નગરજનોને આગળ આવવા સંસ્થાના પ્રમુખે અપીલ કરી છે.