2013

તા. ૩૦-પ-ર૦૧૭ના રોજ શૈક્ષણિક બોર્ડ દ્વારા પ્રસિધ્ધ થયેલ ધોરણ ૧ર સામાન્ય પ્રવાહના પરિણામ મુજબ રાજયનું પરિણામ પ૬.૮ર ટકા અને સમગ્ર રાજયમાં માત્ર ૮૧ શાળાઓનું જ પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. ત્યારે ભાવેણાના ગૌરવ સમાન અને રાજયની દ્વિતિય શ્રેષ્ઠ શાળા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનું પરિણામ સતત પાંચમાં વર્ષ પણ ૧૦૦ ટકા આવ્યું છે જે ખુબ જ ગૌરવની વાત છે. અત્રે એ નોંધવું ઘટે કે ગઈકાલે પ્રસિધ્ધ થયેલ ધોરણ-૧૦નું પરિણામ પણ શાળાએ સતત ૧૯માં વર્ષે ૧૦૦ ટકા મેળવ્યું હતું.
શાળામાં પ્રથમ સ્થાને ૭૧ ટકા સાથે દિવાકર રિધ્ધિ જગદીશભાઈ રહી છે. શાળામાંથી કુલ ૧૪ વિદ્યાર્થીઓએ ધોરણ ૧ર (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષા આપી હતી. જેમાંથી ૧ વિદ્યાર્થ્‌ઓ સેકન્ડ કલાસ સાથે ઉત્તીર્ણ થયેલ છે. અત્રે એ નોંધવું ખુબ જ જરૂરી બને છે કે સંસ્થાના દરેક વિદ્યાર્થીઓ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ જ અને વિકલાંગતાના વિશેષ લાભ વગર ઉત્તીર્ણ થયા છે જે ખરેખર સરાહનીય ઉપલબ્ધિ છે. આમ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓનો પરિચય સામાન્ય્‌ સમાજને કરાવતું પરિણામ મેળવવા અને સંસ્થાનું નામ રોશન કરવા બદલ સંસ્થાના સી.ઈ.ઓ. લાભુભાઈ સોનાણીએ સંસ્થાના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મંડળ વતી શુભેચ્છા પાઠવેલ.