3054

ગુજરાત રાજ્યના મંત્રી અને કોળી સમાજના અગ્રણી પરશોત્તમભાઈ સોલંકી તથા કોળી સેવા સમાજના ગુજરાત રાજ્યના યુવા પ્રમુખ દિવ્યેશ સોલંકી દ્વારા કોળી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તેવા હેતુથી ભાવનગર શહેર કોળી સેના દ્વારા રાહતદરે નોટબુક વિતરણનો કાર્યક્રમ મંત્રેશ કોમ્પ્લેક્ષ, ઘોઘારોડ તેમજ ચિત્રા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આનંદભાઈ ડાભી, ડી.ડી. ગોહિલ, કિશોર ચૌહાણ, રાકેશ બારૈયા, દિનેશ ડાભી, રવિભાઈ બારૈયા, ભરતભાઈ વાઘેલા, નાનુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા અને નોટબુક વિતરણ કર્યુ હતું.