3042

ઘોઘા મામલતદાર કચેરી ખાતે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પી.જી.વી.સી.એલ.ની ટીમ(ઘોઘા)વિસ્તારક અધિકારી, ફોરેસ્ટ વિભાગ નાયબ મામલતદાર (ઘોઘા)તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદારની હાજરી વચ્ચે કુદરતી આપત્તિ વેળા શું પગલા લેવા કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવી સહિતની માહિતી આપવામાં આવી હતી આ મિટીંગમાં ઘોઘા તાબેના ભીકડા, છાયા, કુકડ, મોટા ખોખરા, અવાણીયા સહિતના ગામોના સરપંચો તથા ઉપ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.