3038

ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે લાંબા સમયથી આકાર લઈ રહેલા ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વીસ પ્રોઝેકટનું લોકાર્પણ નિર્ધારીત તારીખથી એક માસ પાછળ ઠેલાય તેવી શક્યતા નિર્માણ કાર્ય સાથે સંકળાયેલ સુત્રોએ વ્યક્ત કરી છે.
થોડા સમય પૂર્વે રાજ્યપાલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભાવનગર કાર્યક્રમમાં આવેલા એ દરમિયાન તેઓએ ઘોઘા ખાતે રો-રો ફેરી સર્વીસની મુલાકાત લઈ આ યોજનાનું લોકાર્પણ આગામી ૧૫ ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરાશે તેવી સત્તાવાર જાહેરા કરી હતી પરંતુ નિર્માણ કાર્યનાં અંતિમ ચરણમાં પહોચેલી કામગીરીમાં સૌથી અગત્યના એવા લીંકસ્થાનનું જોડાણ થઈ શક્યુ નથી સમુદ્રમાં ચોમાસુ કરંન્ટ અને પ્રતિકુળ હવામાનના પગલે લીંક સ્થાને જોડાણ કામગીરી સ્થગીત કરવાની કંપનીને ફરજ પડી હતી પંરતુ રૂા.૨.૨૩ કરોડ રપીયાનો મહત્વકાંક્ષી પ્રોઝેકટ શરૃ કરવા અંગે વડાપ્રધાન મોદી અંગત રસ લઈ વહેલી તકે સેવા શરૂ કરવા કટીબધ્ધ બન્યા હોય વર્તમાન સમયમાં પણ બાકી રહેલી કામગીરી યુદ્ધના ધોરણે પુરી થાય તેવી સૂચનાઓ અધિકારી ગણ તથા જેમના શિરે સમગ્ર નિર્માણ કાર્યની જવાબદારી છે એવી ગુજરાતની જ એસ.આર. કંપનીને પ્રેશર કરવામાં આવી રહ્યુ છે.
પરંતુ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ સહિતના વિભાગના અધિકારીઓ આ કાર્મયને લઈને પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી રહ્યા છે જ્યારે એસ.આર. કંપની અંતિમ ચરણની કામગીરી પૂર્ણ કરવામાં ભારે ઢીલ રાખી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના આદેશથી કંપનીએ વિપરીત મૌસમમાં પણ સફળતા પૂર્વક ઝેટી સાથે લીંકસ્થાનનું જોડાણ કરી આપે તેવી વિશ્વભરમાં ફેલાયેલી મહાકાઈ કંપનીઓનો સંપર્ક કર્યોહ તો જેમા આ રફ દરીયામાં પણ સરળતા પૂર્વક લીંકસ્થાન જોડી આપવા માટે દુબઈ સ્થિત એક કંપનીએ રસ દર્શાવ્યો હતો આ કંપની પાસેહજારો ટન વજન ઉઠાવી શકે તેવી વિશાળ ક્રેઈન અનુ કુશળ અનુભવી ઈજનેરોની ટીમ છે. જેઓના દ્વારા ઘોઘા આવી સમગ્ર સ્થળનું બારીકાઈ પૂર્વક નિરીક્ષણ અભ્યાસ કર્યા બાદ ચેલેન્જ સ્વીકારવાની હા પાડી હતી પરંતુ એસ આર કંપની સાથે દુબઈની કંપનીને આર્થીક બાબતોને લઈને ડીલ નિષ્ફળ નિવડી છે. પરીણામે હાલ અન્ય વિકલ્પોની વિચારણા ચાલી રહી છે. આથી અધિકારીના જણાવ્યા અનુસાર સેવાનુ લોકાર્પણ ૧૫ ઓગષ્ટના બદલે સપ્ટેમ્બર માસના પ્રથમ પખવાડીયામાં જ સંભવ બનશે.