3061

 ભાવનગર શહેરના ઘોઘાસર્કલ વિસ્તારમાંથી છ દિવસ પહેલા થયેલ કારની ચોરીમાં એલસીબી ટીમે નેત્ર કેમેરાની મદદથી પીવીસી પાઈપનો ધંધો કરતા વણિક વેપારીને ચોરી કરેલ કાર સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ તસ્કર અગાઉ વાહન ચોરીના ગુનામાં ઝડપાયો છે. ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપાંકર ત્રિવેદીએ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પો.ઇન્સ. એમ.એમ. લાલીવાલા તથા પો.સબ ઇન્સ. એસ.એન.ચુડાસમાને મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે આપેલ.જે સુચના તથા માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમએ નેત્રની ટીમની મદદ લઇ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા આજરોજ  ભાવનગર સીટી વિસ્તોરમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાચન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, ઘોઘા સર્કલ પાસે એક ગ્રે કલરની શેવરોલેટ કંપીનીની સ્પાર્ક કાર રજી.નં-જી.જે.૧ કે.જી. ૪૨૦૩ નો હેમલભાઇ ભુપેન્દ્રભાઇ શાહ ઉ.વ.૪૫ રહે. સહકારી હાટ પાસે ભાવનગરવાળો નિકળતા તેની પાસે કારના આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ. જે સદર કાર ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જેથી કારને શકપડતી મિલ્કત તરીકે કિ.રૂ. રૂ.૩૫૦,૦૦૦/-ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.
મજકુરની પુછપરછ કરતાં કાર આજથી પાંચ - છ દીવસ પહેલા ભાવનગર, ઘોઘા સર્કલ પાસે આવેલ ભાવનગર સ્પોર્ટ દુકાન વાળા ખાચામાંથી  ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. અને આગળની કાર્યવાહિ થવા સારૂ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. હેમલ શાહ અગાઉ વાહન ચોરીમાં ઝડપાઈ ચુક્યો છે.