3060

ભગવદ મંડળ પરિમલ દ્વારા આજે શહેરના શિવશક્તિ હોલ ખાતે ૧૧માં જીવનસાથી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૪૪ યુવકો અને ૧૧૦ યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાનો તથા પોતાના કુટુંબનો પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમમાં યુવક-યુવતીઓના પરિવારજનો ઉપરાંત જ્ઞાતિજનો અને આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.