2848

શહેરના જુનાબંદર રોડ કેબલ સ્ટેડ પુલ તરફ જવાના રસ્તે આવેલ પાનની કેબીનમાં ગત મોડીરાત્રે કોઈ અજાણ્યા તસ્કરો કેબીનનું છાપરૂ તોડી અંદર પ્રવેશી માલસામાન અને રોકડ મત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવની પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.
શહેરના જુનાબંદર રોડ પર આવેલ બાપાસીતારામ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામમી પરેશભાઈ ઉર્ફે હિતેષભાઈ રાઠોડની માલિકીની કેબીનમાં ગત મોડીરાત્રે ર થી પ દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા. કેબીનનું છાપરૂ તોડી અંદર પ્રવેશી કેબીનમાંથી સીગારેટના પેકેટ, ચારભાઈ બીડીનો જથ્થો સહિતનો માલસામાન અને રોકડ રૂા.૮ થી ૧૦ હજાર મળી આશરે ૭પ હજારની મત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવની જાણ ગંગાજળીયા પોલીસને કરતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. જો કે મોડી સાંજ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવા પામી ન હતી.