1016

મિડીયા પાર્ટનર ‘લોકસંસાર’ના સહયોગથી ડો.આંબેડકરની ૧ર૬મી જન્મજયંતિ નિમિત્તે દલીત અધિકાર સંઘ ભાવનગર અને જય ભીમ યુવા ગૃપ દ્વારા આનંદનગર ખાતે યોજાયેલ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રી રામ ઈલેવન ચેમ્પિયન બનતા આજે યોજાયેલ સમાપન સમારોહમાં વિજેતા ટીમને આગેવાનોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જ્યારે રનર્સઅપ ટીમ, મેન ઓફ ધ સીરીઝ તથા તમામ મેચનાં મેન ઓફ ધી મેચ અને બેસ્ટ પ્લેયર સહિતને ટ્રોફી આપવામાં આવી હતી.
ભાવનગરની પ્રસિધ્ધ થતા લોકસંસાર દૈનિકના મિડીયા પાર્ટનર સાથે દલિત અધિકાર સંઘ ભાવનગર અને જય ભીમ યુવા ગૃપ દ્વારા આનંદનગર ખાતે ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવેલ. જેમાં શહેરની ૧ર ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ મેચ શ્રી રામ ઈલેવન અને પાટન ઈલેવન વચ્ચે રમાયેલ તેમાં શ્રી રામ ઈલેવન ચેમ્પિયન બનેલ.
ડો.આંબેડકર ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં તમામ વિજેતા ટીમોના મેન ઓફ ધી મેચ થયેલા. ખેલાડીઓને તથા બેસ્ટ પ્લેયર, સૌથી વધુ સિક્સર, સૌથી વધુ રન કરનાર, રનર્સઅપ ટીમ તથા વિજેતા ટીમનાં સભ્યોને આગેવાનોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં દલિત અધિકાર સંઘના મોહનભાઈ બોરીચા, લોકસંસારના નિવાસી તંત્રી નરેન્દ્ર ચુડાસમા, ડો.કાંતિભાઈ ભોજ, નાનજીભાઈ બોરીચા, હીરાબેન વીંજુડા, નંદુબેન જોગદીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા અને વિજેતા ટીમ સહિત ભાગ લેનાર તમામ ટીમોને શુભેચ્છા પાઠવેલ. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા અમીત ડી. ચૌહાણ, હિતેષ ડી. ચૌહાણ, પારસ કંટારિયા, મહેશ કંટારિયા, ભરત એન. ચૌહાણ સહિતે જહેમત ઉઠાવી હતી.