3056

તળાજા તાલુકાના કુંઢેલી ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીની પ્રાથમિક શાળા ખાતે કુંઢેલી સહિત ભેગાળી, દેવળીયા, ઘાટરવાળા, સાંખડાસર, નવી કામરોળ, જુની કામરોળ, સાંગાણા, જાલાવદર, શોભાવડ, રોયલ, માખણીયા, ઠળિયા સહિતના ગામના લોકો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ યોજનાના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.
આ સફળ કાર્યક્રમમાં જિ.પં. પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, હનુભાઈ પરમાર, સરપંચ ગજેન્દ્રસિંહ રાણા, નાયબ કલેક્ટર, મામલતદાર તળાજા, તાલુકા વિકાસ અધિકારી-તળાજા, તલાટી મંત્રી આર.આર. ભટ્ટ કુંઢેલી ગ્રુપ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.