2338

તળાજા ગામના યુવાન પર ધારડી ગામના પાટીયા પાસે સેન્ટ્રો કારમાં આવેલા ત્રણ પિતા-પુત્રોએ સામાન્ય બાબતે છરી વડે હુમલો કરી નાસી છુટયા હતા. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સર ટી.માં ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, તળાજામાં ગુલુભુરાણીની વાડી પાસે રહેતા અને જાફરી સ્કુલ પાસે પંચરની દુકાન ધરાવતા નૌશાદઅલી માસુમઅલી વિરાણી ઉ.વ.૪૦ જેઓ રીક્ષા લઈ અલંગથી તળાજા આવી રહ્યાં હતા. તે વેળાએ ધારડી ગામના પાટીયા પાસે સેન્ટ્રો કારમાં આવેલા મહંમદઅલી માસુમઅલી પટેલ, અબ્બાસઅલી માસુમઅલી અને માસુમઅલી અબ્દુલ્લાએ અગાઉ પંચર નહીં કરી દયાની અને બોલાચાલી થયાની દાઝ રાખી  છરી વડે હુમલો કરી હાથના ભાગે, સાંથળમાં તેમજ વાંસાના ભાગે ઈજાઓ પહોંચાડી નાસી છુટ્યા હતા. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા એલસીબી સહિત પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગઈ હતી.