2930

શહેરની નજીકના અંતરે વરતેજ પાસે આવેલ નાની ખોડીયાર મંદિર ખાતે મહામંડલેશ્વર પૂ.ગરીબરામબાપુની પાવન નિશ્રામાં ગુરૂપૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ઉમટી પડેલ ગુરૂભક્તોએ બ્રહ્મલીન ગુરૂનું સમાધી પૂજન તથા ગરીબરામબાપુનું પૂજન કરી શુભ આશિષની કામના કરી હતી તેમજ આખો દિવસ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.