3039

શહેરનાં જમનાકુંડ વાલ્મિકીવાસમાં રહેતી પરણીતાને બે વર્ષ પૂર્વે પતિ, જેઠ, જેઠાણી સહીતે જીવતી સળગાવી મારી નાખવાનાં બનાવનો કેસ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે પતિને સાત વર્ષની સજા ફટકારી હતી જ્યારે જેઠ-જેઠાણીને શંકાનો લાભ આપી છોડી મુકયા હતા.
શહેરના જમનાકુંડ વાલ્મિકીવાસમાં રહેતા યોગેશભાઈ મનુભાઈ સરઘારાનાં લગ્ન ૧૫ વર્ષ પૂર્વે રીટાબેન નામની યુવતી સાથે થયેલા લગ્ન બાદ પતિ તેમજ જેઠ રાજેશભાઈ, જેઠાણી જયાબેન સહિત દ્વારા શારિરીક માનસીક ત્રાસ અપાતો દરમ્યાન ૧૦-૯-૨૦૧૫નાં રોજ ઝઘડો થયો હતો જેમાં ત્રણેયે એક સંપ કરી રીટાબેન ઉપર કેરોસીન છાટી સળગાવી દીધેલ જેને પાડોશીઓએ ગંભીર હાલતે સારવારમાં દાખલ કરાતા સારવાર દરમિયાન તેનું મોત નિપજેલ. પરણીતાએ મરણોન્મુખ નિવેદનમાં પતિ, જેઠ, જેઠાણીએ સળગાવી દીધાનું જણાવેલ જે અંગે પોલીસે આઈપીસી ૩૦૨ સહિતની કલમો લગાડી ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ ભાવનગરનાં ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ જે.જે.પંડ્યાની અદાણીમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો, મરણોન્મુખ નિવેદન, લેખીત મૌખીક, અને દસ્તાવેજી પુરાવાનાં આધારે આરોપી પતિ યોગેશને કસુરવાર ઠેરવી ૭ વર્ષની સજા ફટકારેલ જ્યારે જેઠ-જેઠાણીને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવેલ.