3035

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલિમ પરિષદ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષક તાલિભ ભવન ભાવનગર દ્વારા આયોજિત યોગ શિક્ષક અને દેશી રમતોની તાલિમ પાલિતાણા મુકામે યોજવામાં આવી યોગ શિક્ષણ તાલિમમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના તમામ તાલુકાના શિક્ષકોને યોગિક ક્રિયાઓ મુદ્રા આસનો, લેજિમ, ડંબેલ્સ, શીખવવામાં આવ્યા અને સમાજ જીવનમાંથી લુપ્ત્‌ થતી દેશી રમતો પણ શિક્ષકોને શીખવવામાં આવી ગામડે ગામડે સુધી વ્યાયામ શિક્ષણ આપવામાં આવે અને દેશના યુવાઓને રમત ગમત પ્રત્યે જાગૃત કરવાનો ઉદ્દેશ આ તાલિમ દ્વારા ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ કાર્ય શિબિરમાં ગુજરાત યોગ વિદ્યાપીઠ ડાયરેકટર આર.જે.જાડેજાએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપેલ કાર્યશિબિરને સફળ બનાવવામાં તાલિમ ભવનના શરદભાઈ બારૈયા પાલિતાણા બીઆરસી હાર્દિકભાઈ ગોહેલ અને ઉત્તમ તજજ્ઞ મિત્રોની ટીમ દ્વારા સંપન્ન કરવામાં આવેલ.