3036

પાલીતાણાના ઘોબા વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરેલી લાશ મળી આવી હતી.આ બનાવના પગલે પાલીતાણા ટાઉન પોલીસ નો કાફલો ત્યાં દોડી ગયો હતો અને લાશને પીએમ માટે મોકલી આપી છે .ચરિત્ર બાબતે અવારનવાર શંકાઓ ને લઈને પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલી પત્નીએ તેના પતિને માથાના ભાગે દસ્તો મારી દેતા તેનું મોત નીપજ્યું હતું.પોલીસે આ બનાવમાં પત્નીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પાલીતાણાના ઘોબા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ અરજણભાઈ પરમાર નામના યુવકની લાશ તેના જ ઘરમાંથી માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરાયેલી હાલતમાં મળી આવી છે.આ બનાવની જાણ લોકોને થતા તાકીદે પોલીસને જાણ કરી હતી અને ટાઉન પોલીસનો કાફલો ત્યાં દોડી ગયો હતો.જેમાં પ્રાથમિક દ્રષ્ટીએ જોતા આ હત્યા નો મામલો હોય અને જેની હત્યા થઇ છે તે યુવક પરણિત હોય અને ઘરમાં અન્ય કોઈ ના મળી આવતા તાકીદે જરૂરી કાગળપરની કાર્યવાહી કરી લાશને પીએમ માટે મોકલી આપવામાં આવી છે .જયારે આ બનાવમાં જેની હત્યા થઇ છે તેની પત્ની પણ ઘરેથી ફરાર હોય જેથી આ હત્યા તેમણે અન્ય કોઈની મદદથી કરી હોવાની શંકાના આધારે પોલીસે તેની પત્નીની શોધખોળ હાથ ધરી છે.જેમાં પોલીસ ને તપાસ દરમ્યાન માહિતી મળી કે પતિ પત્ની વચ્ચે ચારિત્ર બાબતે અવારનવાર ઝગડા થતા હોય અને જેમાં ગતરાત્રીએ પણ ઝગડો થયો હોય જેમાં ઉશ્કેરાયેલી પત્ની એ તેના પતિ જગદીશને માથાના ભાગે દસ્તો મારી દેતા તેના રામ રમી ગયા હતા જયારે પત્ની આ બનાવ બાદ નાસી છૂટી હતી જેને પોલીસે ઝડપી લઇ પુછપરછ કરતા તેમને હત્યા કર્યાનું કબુલ્યું હતું. પોલીસ આ બનાવમાં વધુ તપાસ કરી રહી છે જેમાં આ ઝગડા સમયે પત્ની સાથે બીજું કોઈ હતું આ હત્યા પત્નીએ એકલા એ કરી છે કે  કેમ ?