5089

શિશુવિહારના બાલદેવવનમાં પ્રતિવર્ષ ૬ લાખ બાળકો રમવાને આવે છે, ૩૦૦૦થી વધુ બાળકો જયાં એક સાથે રમી શકે છે તેટલા સાધનો અને વૃક્ષોથી આચ્છાદિત શિશુવિહાર બાલદેવવનમાં પ્રતિવર્ષ પ૦૦ થી વધુ શાળાઓ મુલાકાતે આવે છે. શિશુવિહારના ક્રીડાગંણને નોલેજપાર્ક તરીકે હવે વિકસાવવામાં આવેલ છે. જયાં વિજ્ઞાન અને ગણિતની સમજ આપતા સાધનો મુકાયા છે.
જ્ઞાન સાથે ગમ્મતની પરંપરાને સહકાર આપતા એકસેલ ક્રોપકેર ઉધોગ દ્વારા પ્લેટોરિયમની સુવિધા આપવામાં આવી હોઈ શાળાના બાળકોને અકાશ દર્શનનો લાભ મળી રહયો છે. સાથો સાથ બાળકો પોતાના ઘરે પણ બ્રહ્માંડના રહસ્યની જાણકારી લઈને જાય તે હેતુસર પ્રાધ્યાપક ડો.સુભાષભાઈ મહેતાના સહકારથી એક પુસ્તિકા તૈયાર થઈ છે. અમેરિકા સ્થિત સુભાષભાઈના પ્રદાનને યા કરતા આકાશ દર્શન પુસ્તિકાનું વિમોચન પૂજય બાપુના વરદ હસ્તે થયું.

You voted 'down'.