3058

ખગોળવિજ્ઞાન ક્ષેત્રે નવી પેઢીમાં રસ-રૂચિ વિકસે તે માટે પ્રતિવર્ષ શાળા કોલેજો અને જિજ્ઞાસુઓમાં ૧૦૦થી વધુ પ્રવચન, સ્લાઈડ શો આપતા પ્રાધ્યાપક સુભાષભાઈની અનન્ય શિક્ષણવૃત્તિની રાજ્ય સ્તરે સરાહના થઈ છે. શિશુવિહાર સંસ્થામાં પ્લેનેટોરિયમની ઓડિયો-વિઝયુઅલ સુવિધાના ખગોળવિજ્ઞાન વિકાસ થકી અનેક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ખગોળવિજ્ઞાનના જિજ્ઞાસા દ્વાર ખોલનાર પ્રા.સુભાષભાઈની નિષ્ઠાભરી સેવાની રાજ્યમંત્રીએ કદર કરી છે.